સ્ટુડન્ટ પોલીસ કેડેટ યોજના

સ્ટુડન્ટ પોલીસ કેડેટ યોજના શું છે ?

સ્ટુડન્ટ પોલીસ કેડેટ યોજના એ સ્કૂલ કક્ષાના કિશોર કિશોરીઓના યુવાઓના ના વિકાસ માટેની નવતર પહેલ છે જેમાં માધ્યમિક કક્ષાના વિદ્યાર્થીઓમાં કાયદા પ્રત્યે આદર, શિસ્ત, આદર્શ નાગરિક ભાવના, સમાજના નબળા વર્ગો પ્રત્યે સહાનભૂતિ અને સામાજિક અનિષ્ટો સામે પ્રતિકાર કરવા જેવા ગુણોનો વિકાસ કરી મજબૂત લોકશાહી સમાજના ભવિષ્યના નેતાઓ પેદા કરવાનો છે. આ યોજના બાળકોમાં રહેલ જન્મજાત ગુણો તથા સામર્થ્યને શોધી તેનો વિકાસ કરવામાં મદદ કરશે. નકારાત્મક અભિગમો જેવા કે, સામાજિક સહિષ્ણુતા, છેડતી, અશોભનીય વર્તન અને હિંસાનો પ્રતિકાર કરવા સશક્ત બનાવશે. સાથે સાથે તેમને તેમના કુટુંબ સમાજ તથા પર્યાવરણ પ્રત્યેની જવાબદારીઓ અવગત કરાવી મજબૂત બનાવવાનો છે. ગુજરાતના સુરત રેન્જના જિલ્લાનાં દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક એક શાળાની પસંદગી કરી આ યોજના ગૃહવિભાગ અને શિક્ષણવિભાગના સંયુક્ત ઉપક્રમે તેમજ માર્ગ અને પરિવહન વિભાગ, વન અને પર્યારણ વિભાગ, નશાબંધી અને આબકારી તેમજ માહિતી વિભાગ, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ અને રમત ગમત વિભાગ, ઉર્જા વિભાગ તથા આપત્તિ વ્યવસ્થાપન તંત્રની મદદ થી અમલમાં મુકવામાં આવી રહી છે.

વિઝન અને મિશન

એસ. પી. સી. પ્રોજેક્ટનું વિઝન એવા આદર્શ સમાજનું ઘડતર કરવાનું છે જ્યાં નાગરિકો સ્વેચ્છાથી આદરપૂર્વક નિયમો નું પાલન કરે, અન્ય સાથે જવાબદારી ભર્યું વર્તન કરે, સમાજ ના નબળા વર્ગો પ્રત્યે સંવેદના રાખે, સામાજિક સમસ્યાઓનો ઉકેલ લાવવામાં ભાગ ભજવે અને કુદરતી પર્યાવરણ સામે ઝઝૂમતા ભયનો પ્રતિકાર કરી રક્ષા કરે.

એસ. પી. સી. પ્રોજેક્ટનું મિશન યુવાનોની સુશુપ્ત શક્તિઓને જાગૃત કરવી અને તેમને વૈશ્વિક દ્રષ્ટિકોણ તથા માનવ મૂલ્યો ધરાવતા સક્ષમ સામાજિક આગેવાન બનાવવાનું છે.

એસ. પી. સી. પ્રોજેક્ટના હેતુઓ

  • યુવાપેઢી સ્વેચ્છાએ કાયદાનું પાલન કરે કાયદાને આદર આપે.
  • આદર્શ નાગરિક ભાવના પેદા કરવી.

એસ. પી. સી. નો ઉદેશ્ય

એસ. પી. સી. નો ઉદેશ્ય “સેવા કરવા માટે શીખવાનું છે. ” “We Learn to Serve ” સ્વચ્છંદી નહિ પરંતુ સહ અસ્તિત્વની લાગણી જન્માવવી જેથી તેઓ શિખવવાની (અભ્યાસ)ની સાથે સમાજ સેવાની પણ જવાબદારી લઇ શકે, યુવાઓને ભવિષ્યમાં દેશના શ્રેષ્ઠ નાગરિક બનાવવા માટે આપણા રાષ્ટ્રપિતા શ્રી મહાત્મા ગાંધીએ સેવાવૃતિને મહત્વ આપેલ છે. એસ. પી. સી.નો ઉદેશ્ય બે સંદેશ આપે છે.

  1. દેશસેવા
  2. સેવા ના માધ્યમ થી શિક્ષણ