ACTIVITYS

સુરક્ષા સેતુ સોસાયટીની પ્રવૃત્તિઓ

  1. મહિલાઓને સ્વરક્ષણની તાલીમ
  2. બુટલેગર મહિલાઓનું પુર્નવસન
  3. સ્ટુડન્ટ પોલીસ કેડેટ પ્રોગ્રામ
  4. પબ્લીક અને સ્ટુડન્સ માટે ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામ
  5. બાળકોને પોલીસ સ્ટેશનની મુલાકાત, બાળકોનું કાઉન્સીલીંગ કરવામાં આવે છે.
  6. સુરક્ષા સેતુ રથ
  7. પ્રજામાં સલામતીની ભાવના તથા જાગૃતિ પેદા કરવા માટે સાહિત્ય/સી.ડી./સદભાવના પોસ્ટર વગેરે પ્રદર્શિત કરવામાં આવે છે.
  8. ગુનાઓ બનતા અટકાવવા માટે બહોળી પ્રસિદ્વ્ર, પ્રચાર, પ્રસાર અને કેમ્પેઈનનું આયોજન કરવામાં આવે છે.
  9. વિદ્યાર્થી/યુવાનોમાં ખાસ કરીને પરીક્ષા નજીક આવેલ હોય ત્યારે તેમનામાં કોઈ હતાશા ન આવે તે માટે કાઉન્સેલિગનું આયોજન કરવામાં આવે છે.
  10. દરિયાઈકાંઠાના વિસ્તારોમાં ફિશરમેન અવેરનેસ પ્રોગ્રામનો કરવામાં આવે છે.
  11. બળાત્કાર, ઘરેલુ હિંસા તથા આત્મહત્યાના બનાવો રોકવા પિડિત મહિલાઓને NGO, મનોચિકિત્સકની મદદથી જરૂર જણાય ત્યાં કાઉન્સીલીંગની સેવાઓ પુરી પાડવી
  12. જાહેર જનતા અને પોલીસ વચ્ચે સૌહાર્દપૂર્ણ સંબધોના વિકાસ માટે વિવિધ રમતગમતોનું આયોજન કરવામાં આવે છે.
  13. કુ-રીવાજો, અંધશ્રધ્ધા દૂર કરવા માટે જનજાગૃતિના કાર્યક્રમો યોજવા
  14. રક્તદાન કેમ્પ યોજવા.
  15. પ્રજાની સલામતી અને સુરક્ષા માટે પ્રજા અને પોલીસ વચ્ચેના માધ્યમો તરીકે ભાગ લેવામાં આવે છે.
  16. પ્રબ્લિક પ્રાઈવેટ પાટર્નરશીપના સિદ્ધાંત મુજ્બ કોમ્યુનીટી પોલીસીગની કામગીરી કરવામાં આવે છે.
  17. સિવિલ ડિફેન્સ સંબંધિત પ્રવૃતિઓ યોજવામાં આવે છે.
  18. સીનીયર સિટીઝનની સલામતી અને સુરક્ષા વધારવા માટેના જાગ્રુતિ કાર્યક્રમો યોજવામાં આવે છે.
  19. નાર્કોટિક્સને લગતા ગુનાઓ ઘટાડવાના આયોજન યોજવામાં આવે છે.
  20. બાળકો સંબધિત બાળ વિકાસ અને બાળ અપરાધ અટકાવ પર કાર્યો કરવા.
  21. ક્ષમતા નિર્માણ અંગેના કાર્યો કરવા આયોજન યોજવામાં આવે છે.
  22. રહેણાંક સોસાયટીની સલામતી માટેના કાર્યક્રમો યોજવામાં આવે છે.
  23. બંધારણીય હકો સંબંધિત નાગરિકોમાં જાગૃતતા લાવવાના આયોજન યોજવામાં આવે છે.
  24. મહિલા સશક્તિકરણ પર કાર્યો કરવા આયોજન યોજવામાં આવે છે.
  25. સીનીયર સીટીઝન સાથે કાઉન્સીલીંગ કરવામાં આવે છે.
  26. રહેણાક વિસ્તારમાં CCTV કેમેરા લગાડવા માટે સબસીડી આપવામાં આવે છે.